આંખો હોવા છતાં આપણે શ્વાસ ગુમાવી રહ્યા છીએ

એક દિવસ આરવ ઘરમાં રમતો હતો ત્યરે તેને ઘર ની બહાર થી કઇંક  અવાજ સાંભળ્યો એ  બાર ગયો ને દાદી ને પૂછ્યું  દાદી શું થઇ રહ્યું છે દાદી કઈ ના બોલ્યા દાદી ને ખબર હતી કે જો આરવ ને ખબર પડી કે ઘર ની સામે ના બધા વૃક્ષો કાપી રહ્યા છે તો એ ખુબ જ દુઃખી થઇ જશે કારણ કે આરવ અંધ હતો .તેને ક્યારેય સૂર્યોદય  જોયો નહોતો પણ પક્ષીઓના કલરવ થી સવાર ને ઓળખી જતો , ક્યારેય આકાશ ના નીલા રંગ ને ઓળખ્યો  નહોતો , ક્યારેય પાંદડાઓની લીલાશ નિહાળી નોતી .  પણ એને દુનિયા અજાણી લાગતી નહોતી .આરવ ઋતુઓ ને સ્પર્શ થી ઓળખતો જેમકે હવા, ઠંડી હવા એટલે શિયાળો ,ગરમ હવા એટલે ઉનાળો,  માટી ની સુગંધ એટલે ચોમાસા  નું  આગમન , તાજી હવા એટલે સવાર ,ગરમ એટલે બપોર , ને ઠંડક  ને હૂંફ આપે એટલે રાત . જેમ કે સુરજ નો તડકો એટલે પીળો રંગ ,તાજગી નો અનુભવ એટલે લીલો રંગ જ્યાં  મન  શાંત  એટલે પાણી . આરવ અંધ હતો પણ તેને કોઈ પણ દિવસ પોતાને કે બીજા કોઈને એ મેહસુસ નોતું થવા દીધુ એ ખુશ હતો .હમેશા હસતો ખેલતો રહેતો .પણ એક દિવસ આરવ ને સવારમાં જાગતા તાજગી નો અનુભવ ના થયો સુરજ નો તડકો આજ  થોડો વધારે લાગી રહ્યો હતો .આજ પક્ષી ઓ નો કલરવ પણ ના સંભળાયો એવું ઘણા દિવસ સુધી ચાલ્યું ,આરવ દરરોજ સાંજે દાદી સાથે મંદિર જતો ત્યાં શાંતિ અનુભવતો મંદિર  ના કિનારે એક નાનકડું તળાવ હતું તેની પારી એ બેસતો ને પાણી ના શાંત જળ ને અને તેના વાદળી રંગ ને મહેસુસ કરતો પણ જયારે આજ આરવ મંદિર  ગયા ત્યારે  ત્તેને ત્યાં  શાંતિ નો અનુભવ ના થયો ના પાણી નો અવાજ સંભળાયો આરવ ઘર આવી દાદી ને પૂછ્યું દાદી આજ આપણે કોઈ બીજા મંદિર ગયા હતાં ? કેમ કે આજ  હું તળાવ ની પારી  એ બેઠો પણ મને શાંતિ કે પાણી નો એહસાસ ના થયો .ત્યરે દાદી ની આંખો માંથી આશું  વહી ગયા અને એ કઈ પણ  બોલ્યા વિના ત્યાં થી જતા રહ્યા .થોડાક દિવસ પછી આરવ ને સ્કૂલ  જતા સમય તાજગી નો અનુભવ ના થયો એને પ્પપા  ને પૂછ્યું આપણે આજ અલગ  રસ્તે થી સ્કૂલ જઈએ છીએ ,કાલ દાદી પણ મને બીજા મંદિર લઇ ગયા હતા .તમે એમને કેજો ને મને જુના મંદિર જ  લઇ જાય .ને આપણે પણ કાલથી જુના  રસ્તે જ સ્કૂલ જાસુ  મને આ રસ્તો નહિ ગમતો .પપ્પા ખાલી  હા બોલી મોંન થઇ ગયા . આવુ  ઘણા દિવસો સુધી ચાલ્યું.

 એક દિવસ  સ્કૂલ માં પર્યાવરણ વિષય માં સર એ બધા બાળકો ને પૂછ્યું કે  વૃક્ષો આપણ ને શું આપે છે  , એક બાળક એ જવાબ આપ્યો ફર્નિચર ,ત્યારે  કોક બીજું બોલ્યું સર પેપર ,ફળ ,લાકડું ,રબ્બર  અને બીજું ઘણું બધૂ ,ત્યરે આરવ બોલ્યો સર વૃક્ષો આપણ ને  શ્વાસ આપે છે ,ત્યરે એક બાળક હસ્યું ને બોલ્યું તને કેમ ખબર તે કોઈ દિવસ વૃક્ષ જોયું છે તયારે આરવ બોલ્યો ના પણ  હું રંગો ને પ્રકૃતિ થી ઓળખું છું ,મારા દાદી એ મને સિખડાવ્યુ છે જ્યાં તાજગી નો અનુભવ થાય  ત્યાં વૃક્ષો ને લીલોતરી હોઈ છે એ જગ્યા   લીલોછમ હોઈ છે ત્યાં જતા જ તમને તાજગી નો અનુભવ થાઈ છે .ત્યાં તમે શુધ્ધ હવા નો એહસાસ કરી શકો ચો જ્યાં તમેં વધારે ખુલી ને શ્વાસ લઇ શકો છો .સર એ આરવ ને શાબાશી આપી ને બધા બાળકો ને આરવ માટે તાળી પાળવાનું કહ્યું .સાંજે ઘરે આવી આરવ એ દાદી ને પૂછ્યું દાદી વૃક્ષ કેવા રંગ નું હોઈ છે .દાદી રોવા લાગ્યા  એમને સમજાતું નોતું કે નાનકડા આરવ ને સુ જવાબ આપે કારણ કે ઘર ની આજુ બાજુ માં વૃક્ષો વધ્યા જ નોતા ,એક દિવસ મંદિર  જતા સમય આરવ એ દાદી નો હાથ જોર થી પકડી લીધો દાદી એ આરવ ને પૂછ્યું શું થયું? આરવ બોલ્યો દાદી મને બીક લાગે છે ! દાદી એ પૂછ્યું કેમ શું થયું? આરવ બોલ્યો દાદી આજ રસ્તો બોવ શાંત છે મને પક્ષી ઓ નો કલરવ સંભળાતો નથી .દુનિયા હવે શાંત  નથી  ,કાંઈક  ખોવાઈ ગયું હોઈ એવું લાગે છે દાદી ની આંખો માં આંશુ આવી ગયા કારણ કે આરવ સાચો હતો દુનિયા  એ વૃક્ષો ગુમાવ્યા હતા દાદી પાસે જવાબ નોતો .

એક દિવસ સ્કૂલ  ના બાળકો ને પાર્ક જોવા લઇ ગયા પણ ત્યાં માત્ર સૂકી  જમીન હતી તૂટેલા ઝૂલા અને સિમેન્ટ નો મેદાન હતો એક નાની બાળકી ધીમે થી પૂછે છે સર અહીં પેલા કાંઈક હતું ને ? સર એ ધીમે થી કહ્યું હા પેલા અહીં વૃક્ષો હતા! બાળકી નિર્દોષતા થી પૂછે છે વૃક્ષો એટલે શુ ? કોઈ પાસે આ વાત નો જવાબ ન હતો ત્યારે આરવ  આગળ આવી ને બોલ્યો વૃક્ષ એટલે શ્વાસ હવા છાંયો હૂંફ પક્ષીઓનું ઘર અને માનવનું સંપૂર્ણ જીવન જ વૃક્ષો ઉપર છે એ રાત્રે આરવ સુઈ શક્યો નહિ તે દાદી ને પૂછે છે દાદી આવતીકાલે   બાળકો પૂછશે વૃક્ષ ક્યાં છે તો તમે શું કહેશો દાદી  રડી પડયા  કહેશું કે અમે લોભી હતા અમને લાગ્યું ટેકનોલોજી બધું  આપી દેશે પણ અમે ભૂલી ગયા  શ્વાસ ખરીદી શકાતો નથી આરવ ધીમે ઘી બોલ્યો દાદી હું તો અંધ છું  પણ તમે બધા તો જોઈ શકો છો  ને તો તમે કેમ  વૃક્ષો બચાવ્યા નહિ?

થોડાક દિવસો પછી જયારે આરવ ઘરે આવ્યો ત્યારે અંખી શેરી માં વૃક્ષો નું રોપ વાવી રહ્યાં હતા દાદી એ આરવ ને કહ્યું આરવ હવે તને પક્ષી નો કલરવ સાંભળશે થોડા સમય પછી ત્યારે આરવ પૂછ્યું કઈ રીતે દાદી ? આપણી ગલી માં તો વૃક્ષ વધ્યા જ નથી ત્યારે દાદી એ સ્મિત કરી કર્યું અજજ અઓની અગ્લી માં વૃક્ષ નું બીજ રોપણ થયું  છે આરવ ખુશ થઇ ગયો એને પૂછ્યું દદીઁ તમે કર્યું ત્યરે દાદી એ કહ્યું ના મેં નહિ આ તો સદભાવના વૃદ્ધાશ્રમ ના ટ્રી પ્લાનટેશન દ્વારા કરવામાં આવ્યું છે ત્યરે આરવ એ પૂછ્યું એ સુ છે દાદી ત્યરે દાદી એ કહ્યું  સદ્ભાવના વૃધ્ધાશ્રમ ટ્રી પ્લાનટેશન નું એક ઉમદા કાર્ય કરે છે જેમાં એમને સંકલ્પ કર્યો છે કે  દેશ ના  દર એક ખુણે વૃક્ષ વાવીશું અને તેનું જતન કરીશું .આરવ આ સાંભળી ખુબ ખુશ થયો .

 બીજા દિવસે આરવ એ સ્કૂલ માં બધા બાળકો ને એક વાત કહી કે જો આજ આપણે  વૃક્ષો નું જતન ને વાવેતર નહિ કરીએ તો ભવિષ્ય ના બાળકો વૃક્ષ જોઈ શકશે નહિ , આ સાંભળી બધા મૌન  રહયા થોડીક વાર પછી બધા બાળકો  મેદાન તરફ ગયા કોક માટી, કોક બીજ, કોક પાવડો, તો કોક પાણી લઇ આવ્યું ને સ્કૂલ ના દરેક ખૂણા માં બીજ વાવ્યા .ને સંકલ્પ કર્યો કે આજ  થી જેભી જમીન ઉજ્જવળ દેખાશે ત્યાં બીજ રોપીશુ ને એનું જતન કરીશુ જ્યાં સુધી એ એક વૃક્ષ માં ના ફેરવાઈ જાય .

થોડા મહિનાઓ બાદ સ્કૂલ માં રોપેલા બીજ માંથી એક એક નાનકડો છોડ ઉગ્યો આરવ એ તેને સ્પર્શ કર્યો ને ખુશ થઇ બોલ્યો દાદી આ લીલો છે ને દાદી એ ખુશ થઇ જવાબ આપ્યો હા આ ભવિષ્ય નો લીલો છે .કારણ કે જો આજ આપણે વૃક્ષ ને બચાવી લેશુ તો આવતી કાલે કોઈ બાળક પૂછસે નહિ વૃક્ષ શું હતું અને દુનિયા ફરી એક વાર અંધ નહિ રહે વૃક્ષો માત્ર ધરતી માટે નથી વૃક્ષો માનવતા માટે છે જો આપણે આજ  નહિ જાગીયે તો કાલે જવાબ અપવનો હક આપણે  ગુમાવી દઇશુ . કારણ કે  વૃક્ષ નું વાવેતર એ જરૃરીયાત નહિ પણ જવાબદારી છે તો આજ જ સંકલપ લઈએ કે જયારે પણ જ્યાં ભી ખાલી કે ઉજ્જવળ જમીન દેખાશે ત્યાં બીજ જરૂર થી વાવીશું . જે શ્વાસ ની તકલીફ સાથે આપને જીવી રહયા છીએ એ ભવિષ્ય માં કોઈ ને પણ નહિ થવા દઈ વૃક્ષો ને વાવી એનું જતન કરીશું

Founded on August 15, 2015, our NGO runs Vrudhasharm, animal welfare programs, and tree plantation for environmental conservation. Creating compassionate impact across communities. Join us in serving humanity, animals, and nature.

Stay connected

Vinubhai Bachubhai Nagrecha Parisar-Sadbhavna Vrudhashram, Jamnagar – Rajkot Highway, Mota Rampar, Gujarat 360110

footer-sadbhavna-text