Badad Ashram

badad_ashram
balad-ashram

A Shelter of Strength and Compassion

Sadbhavna Vrudhdhashram’s President initiated a heartfelt mission to protect and care for abandoned and injured bulls. With compassion at its core, the Sadbhavna Bull Ashram was founded to provide these voiceless animals with food, shelter, and medical care in a peaceful environment.

SVG Icon

Voiceless, Not Worthless

Every rescued bull finds care, dignity, and a new life at Sadbhavna Bull Ashram.

ox

2,000+ Bulls Rescued

A haven for bulls once left to suffer on the streets — now living with dignity and care.

બળદ આશ્રમ

સંસ્થાએ એક અનોખી પ્રવૃત્તિનો આરંભ કરીને, તદ્દન નવો ચીલો ચીતર્યો છે. એ પ્રવૃત્તિ એટલે ‘બળદ આશ્રમ’ એટલે કે બળદો માટેનો આશ્રમ. ગૌવંશનું હિત જોનારી આપણી સંસ્કૃતિમાં ગાયોની માવજત, સારવાર અને સેવા તો સહુ કરે છે. પણ બળદો પ્રત્યે સમાજમાં સંપૂર્ણપણે દુર્લક્ષ્ય સેવાતું જોવા મળ્યું છે. ત્યારે અમારી સંસ્થાએ ખાસ નોધારા, અશક્ત અને બીમાર બળદો માટે ‘બળદ આશ્રમ’ બનાવવાની પહેલ કરી. સંસ્થાના આ નવા પરિમાણથી, આજ સુધી તરછોડાયેલી સ્થિતિ પામેલા ગૌવંશના અબોલ જીવને બચાવવાની ખેવના સાકાર થઇ રહી છે. અમારા આ નવતર પ્રયાસ થકી અત્યારે 1600 જેટલા બળદો સંસ્થાના આશ્રિત છે, જ્યારે અમારું લક્ષ્ય 10,000 બળદોનું છે.

સુવિધાઓ:

  • પૌષ્ટિક ચારો અને સ્વચ્છ પાણી
  • નિઃશુલ્ક પશુચિકિત્સા સેવાઓ
  • વિશાળ આશ્રય અને કરુણાપૂર્ણ સંભાળ

આ પહેલ માત્ર ત્યજી દેવાયેલા બળદોને બચાવે છે એટલું જ નહીં પરંતુ રખડતા ઢોરને કારણે થતા ટ્રાફિકના જોખમો અને પર્યાવરણીય પ્રદૂષણને પણ ઘટાડે છે.

cow-for-badadasharam