Sadbhavna Dog Shelter was founded under the compassionate leadership of a humanitarian visionary, who initiated this heartfelt mission after witnessing the plight of abandoned, injured, and disabled street dogs in and around Rajkot. What started as a small effort has grown into a full-fledged shelter spanning 21,000 sq. ft., offering love, care, and treatment to dogs who had no one else to turn to.
Each one cared for with dignity and medical support
આ ઉમદા હેતુ અંતર્ગત, અમે 21 હજાર સ્ક્વેર ફીટનો, વિશાળ “શ્વાન આશ્રમ” શરૂ કર્યો છે. જેમાં હાલ 110 એવાં કૂતરાંઓ છે. જે દયનીય હાલતમાં, શેરીઓમાં, ભૂખ્યાં-તરસ્યાં રખડતાં હતાં. જેમાંના મોટાભાગનાં કૂતરાં કાં તો અપંગ થઇ ગયાં હોય, કેટલાંક વળી કેન્સર કે પેરેલિસિસ અને ચર્મરોગ જેવી જીવલેણ વ્યાધિથી પીડાતાં હોય. કેટલાંક કૂતરાંઓ વળી તેમની દૃષ્ટિ ગુમાવી ચૂક્યાં હોય… આવાં તમામ કૂતરાંઓને સદ્ભાવના શ્વાન આશ્રમે આશ્રય જ આપ્યો છે, તેટલું જ નહીં આ તમામ કૂતરાંઓની યોગ્ય સારવાર, માવજત કરવાની સાથે તેમના શેષ જીવનને પીડારહિત બનાવવા તરફ પગલું ભર્યું છે… જીવદયાભર્યું પગલું.